દરેક વ્યક્તિ ઘર અથવા ઓફિસમાં ઘડિયાળ તો લગાવે જ છે, કારણ કે દરેક વ્યક્તિના જીવનમાં સમય ખૂબ જ મહત્વ ધરાવે છે. ઘડિયાળને સમય જોવાની સાથે સજાવટની વસ્તુ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો ઘડિયાળને લગતાં વાસ્તુ નિયમ હોય છે જો તેનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિને જીવનમાં પ્રગતિ, પૈસા, આરોગ્ય અને સફળતા પ્રાપ્ત થાય છે.
Friday, October 27, 2017
Friday, August 12, 2016
Best Dialogues of Bollywood Movies!!!
12:04 AM
Posted by Unknown
Best Dialogues of Bollywood, Best Dialogues of Bollywood Movies
No comments
Tuesday, August 2, 2016
Thursday, July 28, 2016
અમદાવાદમાં બંધાયું સૌથી ઊંચુ કોમર્શિયલ બિલ્ડિંગ, જાણો અદભૂત વિશેષતાઓ
2:07 AM
Posted by Unknown
ahmedabad biggest building, ahmedabad business hub, business hub in ahmedabad
No comments
અમદાવાદનું સૌથી ઊંચુ કોમર્શિયલ બિલ્ડિંગ બનીને તૈયાર થઇ ગયું છે. એસ.જી.હાઇવે સ્થિત વેસ્ટગેટ બિલ્ડિંગમાં 23 માળ છે જે ગુજરાતનાં કોઇ કોમર્શિયલ બિલ્ડિંગમાં નથી. આ બિલ્ડિંગની ખાસિયત એ છે કે તે 100 ટકા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનીને તૈયાર થયું છે એટલે કે બિલ્ડિંગની દરેક બાજુ વાસ્તુશાસ્ત્રના નિયમોના આધારે જ તૈયાર થઇ છે.
વેસ્ટગેટની વિશેષતા
વેસ્ટગેટ ટ્રુ વેલ્યુનું બાંધકામ ટ્રુ વેલ્યુ નિર્માણ ગ્રુપે કર્યું છે. જેમાં બાંધકામનો ખર્ચ 1000 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ જેટલો ઊંચો કરવામાં આવ્યો છે. બિલ્ડિંગની વિશેષતા જોઇએ તો તેના દરેક યૂનિટ (ઓફિસિઝ) વાસ્તુના નિયમો આધારીત છે. બિલ્ડિંગને જીડીસીઆરના નવા નિયમો અનુસાર બનાવાયું છે. જેમાં ભૂકંપપ્રુફ ડિઝાઇન છે.
બિલ્ડિંગમાં 10 હાઇસ્પીડ મિત્સુબિશી લિફ્ટ છે. જેમાં 4 ઓનર્સ માટે, 4 સ્ટાફ અને વિઝિટર્સ માટે તેમજ 2 સર્વિસ માટે છે. કોમન યુટિલિટીઝ માટે જનરેટરની વ્યવસ્થા છે. ઉપરાંત, કોન્ફરન્સ રૂમ, કાફેટેરિયા તેમજ જીમની વ્યવસ્થા પણ છે.
કાર પાર્કિંગ એટલું વિશાળ છે કે તેમાં એક સાથે 750 કાર પાર્ક થઇ શકે છે. એટલું જ નહીં અહીં મિકેનિકલ અને વેલ્વેટ કાર પાર્કિંગ છે. આખા બિલ્ડિંગનું મોનિટર બીએમએસ સિસ્ટમ (ઓટોમેશન)થી થાય છે. દરેક ઓફિસમાં ઇન્ટરકોમની સુવિધા છે.દરેક ઓફિસ પેસેજ, બેઝમેન્ટ અને એલેવેટર્સમાં મોબાઇલની અવિરત કનેક્ટિવિટી માટે એન્ટેના સાથેની આઇબીએસ સિસ્ટમ મોજુદ છે. દરેક ફ્લોર પર સીસીટીવી કેમેરા લાગેલા છે. આટલું જ નહીં અમદાવાદમાં પ્રથમ વાર ડીજીયુ ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સવા કરોડથી 10 કરોડનો ભાવ
વેસ્ટગેટમાં એ,બી,સી અને ડી એમ કુલ ચાર બિલ્ડિંગ છે. મુખ્ય બિલ્ડિંગ 23 માળનું છે જે બી બ્લોક છે. જયારે એ બ્લોક 14 માળનો છે, રસ્તાની બાજુ સી અને ડી બ્લોક છે ડી બ્લોકનું કામકાજ ચાલુ છે જેમાં 20 માળનું બિલ્ડિંગ બંધાશે. સી બ્લોકમાં રેમન્ડનો 16,000 ચોરસ ફૂટનો શો રૂમ છે.
કિંમતની વાત કરીએ તો 23 માળના બિલ્ડિંગમાં 10માં માળ સુધી 7000 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટનો ભાવ છે ત્યાર બાદ પ્રત્યેક ફ્લોર દિઠ 100 રૂપિયા વધુ ચુકવવા પડશે. એટલેકે 11મા માળે રૂ.7100 ચોરસ ફૂટ, 12મા માળે 7200 એમ 23 માળ સુધી ભાવ વધતા રહેશે.
3000 ચોરસ ફૂટની ઓફિસો
બી બ્લોકમાં મહત્તમ 1800 અને 3000 ચોરસ ફૂટની ઓફિસો છે જયારે પ્રત્યેક ફ્લોર પર 950 થી 15000 ચોરસ ફૂટની ઓફિસો છે.બીજી તરફ શો રૂમ 3 હજારથી 7 હજાર ચોરસ ફૂટના છે.
ડી બ્લોક 20 માળનો
ડી બ્લોક હજુ બંધાઇ રહ્યો છે જેમાં 600 થી 3000 ચોરસ ફૂટની ઓફિસો હશે. જો સાત હજાર ચોરસ ફૂટ પ્રમાણે ભાવ ગણીએ તો 950 ચોરસ ફૂટની ઓફિસનો ભાવ 66.50 લાખ, 1800 ચોરસ ફૂટની ઓફિસનો ભાવ 1.26 કરોડ, 15000 ચોરસ ફૂટની ઓફિસ સ્પેસના 10.50 કરોડ રૂપિયા થાય. 7000 ચોરસ ફૂટના શો રૂમના 4.90 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. હાલ એ અને બી બ્લોકમાં થઇને કુલ 220 થી 230 જેટલી ઓફિસો છે.
વેસ્ટગેટની વિશેષતા
વેસ્ટગેટ ટ્રુ વેલ્યુનું બાંધકામ ટ્રુ વેલ્યુ નિર્માણ ગ્રુપે કર્યું છે. જેમાં બાંધકામનો ખર્ચ 1000 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ જેટલો ઊંચો કરવામાં આવ્યો છે. બિલ્ડિંગની વિશેષતા જોઇએ તો તેના દરેક યૂનિટ (ઓફિસિઝ) વાસ્તુના નિયમો આધારીત છે. બિલ્ડિંગને જીડીસીઆરના નવા નિયમો અનુસાર બનાવાયું છે. જેમાં ભૂકંપપ્રુફ ડિઝાઇન છે.
બિલ્ડિંગમાં 10 હાઇસ્પીડ મિત્સુબિશી લિફ્ટ છે. જેમાં 4 ઓનર્સ માટે, 4 સ્ટાફ અને વિઝિટર્સ માટે તેમજ 2 સર્વિસ માટે છે. કોમન યુટિલિટીઝ માટે જનરેટરની વ્યવસ્થા છે. ઉપરાંત, કોન્ફરન્સ રૂમ, કાફેટેરિયા તેમજ જીમની વ્યવસ્થા પણ છે.
કાર પાર્કિંગ એટલું વિશાળ છે કે તેમાં એક સાથે 750 કાર પાર્ક થઇ શકે છે. એટલું જ નહીં અહીં મિકેનિકલ અને વેલ્વેટ કાર પાર્કિંગ છે. આખા બિલ્ડિંગનું મોનિટર બીએમએસ સિસ્ટમ (ઓટોમેશન)થી થાય છે. દરેક ઓફિસમાં ઇન્ટરકોમની સુવિધા છે.દરેક ઓફિસ પેસેજ, બેઝમેન્ટ અને એલેવેટર્સમાં મોબાઇલની અવિરત કનેક્ટિવિટી માટે એન્ટેના સાથેની આઇબીએસ સિસ્ટમ મોજુદ છે. દરેક ફ્લોર પર સીસીટીવી કેમેરા લાગેલા છે. આટલું જ નહીં અમદાવાદમાં પ્રથમ વાર ડીજીયુ ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સવા કરોડથી 10 કરોડનો ભાવ
વેસ્ટગેટમાં એ,બી,સી અને ડી એમ કુલ ચાર બિલ્ડિંગ છે. મુખ્ય બિલ્ડિંગ 23 માળનું છે જે બી બ્લોક છે. જયારે એ બ્લોક 14 માળનો છે, રસ્તાની બાજુ સી અને ડી બ્લોક છે ડી બ્લોકનું કામકાજ ચાલુ છે જેમાં 20 માળનું બિલ્ડિંગ બંધાશે. સી બ્લોકમાં રેમન્ડનો 16,000 ચોરસ ફૂટનો શો રૂમ છે.
કિંમતની વાત કરીએ તો 23 માળના બિલ્ડિંગમાં 10માં માળ સુધી 7000 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટનો ભાવ છે ત્યાર બાદ પ્રત્યેક ફ્લોર દિઠ 100 રૂપિયા વધુ ચુકવવા પડશે. એટલેકે 11મા માળે રૂ.7100 ચોરસ ફૂટ, 12મા માળે 7200 એમ 23 માળ સુધી ભાવ વધતા રહેશે.
3000 ચોરસ ફૂટની ઓફિસો
બી બ્લોકમાં મહત્તમ 1800 અને 3000 ચોરસ ફૂટની ઓફિસો છે જયારે પ્રત્યેક ફ્લોર પર 950 થી 15000 ચોરસ ફૂટની ઓફિસો છે.બીજી તરફ શો રૂમ 3 હજારથી 7 હજાર ચોરસ ફૂટના છે.
ડી બ્લોક 20 માળનો
ડી બ્લોક હજુ બંધાઇ રહ્યો છે જેમાં 600 થી 3000 ચોરસ ફૂટની ઓફિસો હશે. જો સાત હજાર ચોરસ ફૂટ પ્રમાણે ભાવ ગણીએ તો 950 ચોરસ ફૂટની ઓફિસનો ભાવ 66.50 લાખ, 1800 ચોરસ ફૂટની ઓફિસનો ભાવ 1.26 કરોડ, 15000 ચોરસ ફૂટની ઓફિસ સ્પેસના 10.50 કરોડ રૂપિયા થાય. 7000 ચોરસ ફૂટના શો રૂમના 4.90 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. હાલ એ અને બી બ્લોકમાં થઇને કુલ 220 થી 230 જેટલી ઓફિસો છે.
સરકારની આ યોજનાનો લાભ લઈ શરૂ કરો 10-15 હજારમાં બિઝનેસ...
1:52 AM
Posted by Unknown
get your own business, low budget business, small capital business, start own business
No comments
તમારા માટે મૂડીમાં બિઝનેસ કરવાની સારી તક છે. સરકાર એવા ઘણા પ્રોજેકટસ માટે રોડમેપ લઈને આવી છે. જેને શરૂ કરીને તમે સરળતાથી દર મહિને 40-50 હજાર રૂપિયા કમાઈ શકો છો. મહત્વની વાત એ છે કે આ બિઝનેસ શરૂ કરવા માટે તમારી પાસે 5-15 રૂપિયાની મૂડી હોવી જરૂરી છે. બાકીની મૂડી તમે સરકારની સ્કીમમાંથી સબસિડી અને સસ્તી લોનના રૂપમાં મેળવી શકશો. આ બિઝનેસ કઈ રીતે કરવામાં આવે, કેટલો પ્રોફિટ થશે તેનો સમગ્ર પ્લાન સરકારે એકસપર્ટ પાસે તૈયાર કરાવ્યો છે. આ પ્રકારના બિઝનેસમાં નુકશાનની શકયતા પણ ઓછી છે.
પ્રધાનમંત્રી રોજગાર યોજના કરાવશે ફાયદોઆ બિઝનેસ પ્રોજેકટસ પ્રધાનમંત્રી રોજગાર યોજના અંતર્ગત લગાવવામાં આવશે. તેમાં બિઝનેસ શરૂ કરનારને પ્રોજેકટ કોસ્ટની 5 ટકા મૂડી રોકવાની રહેશે. આ સિવાય 15 ટકા કોસ્ટ પર સરકાર સબસિડી આપશે. બાકીની મૂડી માટે સ્કીમ અંતર્ગત સસ્તા વ્યાજ દરે બેન્ક લોન મળશે.
સિમેન્ટ પેન્ટ
સિમેન્ટ પેન્ટ એ એક વોટર બેઝડ પેન્ટ છે. તેને દિવાલની બહારની જગ્યાએ પાણી રોકવા અને ધૂળ એકત્રિત ન થાય તે માટે લગાવવામાં આવે છે. તે બજારમાં વિવિધ રંગોમાં મળી છે. હાલ કેટલાક એસએમઈ યુનિટ સિમેન્ટ પેન્ટ બનાવે છે.
કેટલી કેપિટલની છે જરૂરિયાત... સિમેન્ટ પેન્ટ લગાડવા માટે કુલ 2.3 લાખ રૂપિયાની કેપિટલની જરૂરિયાત પડશે. તેમાં યુનિટ લગાવવા માટે 1.26 લાખ રૂપિયાની જરૂરિયાત પડશે. લગભગ 1 લાખ રૂપિયા વર્કિંગ કેપિટલની જરૂર પડશે.
કયાંથી આવશે પૈસા ... આ યુનિટ લગાડવા માટે પ્રમોટરે એટલે કે તમારે પ્રોજેકટની કિંમતની કુલ 5 ટકા એટલે કે લગભગ 11 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે. કુલ ખર્ચની 15 ટકા મૂડી માટે પીએમઆરવાઈ અંતર્ગત સરકાર સબસિડી આપશે અને બાકી બેન્કની લોન દ્વારા આવશે.
કેટલી થશે કમાણી... સિમેન્ટ પેન્ટ યુનિટના કારોબારથી તમારું વાર્ષિક ટર્નઓવર લગભગ 19 લાખ રૂપિયાનું થશે. આ કારણે તમને પ્રત્યેક મહિને 40થી 50 હજાર રૂપિયાનો નેટ પ્રોફીટ થશે.
હર્બલ શેમ્પૂહર્બ અને નેચરલ ચીજોથી પર્સનલ કેર પ્રોડકટ બનવવાને લઈન અવરનેસ સતત વધી રહી છે. હર્બલ શેમ્પુ બનાવવા માટે તમામ મટિરિયલ સરળતાથી ઉપલબ્ધ છે અને એવા શેમ્પુ બનાવવા માટે યુનિટ કોઈ પણ જગ્યાએ શરૂ કરી શકાય છે. જોકે આ માટે વિજળી હોય તે જરૂરી છે.
કેટલી જોઈશે કેપિટલ... હર્બલ શેમ્પુના યુનિટ માટે કુલ 1.25 લાખ રૂપિયાની કેપિટલની જરૂરિયાત પડશે. યુનિટ માટે લગભગ 50 હજાર રૂપિયાનો ખર્ચ થશે. જયારે વર્કિંગ કેપિટલ માટે લગભગ 75,000 રૂપિયાની જરૂરિયાત પડશે.
કયાંથી આવશે પૈસા
હર્બલ શેમ્પુના પ્રોજેકટમાં પ્રમોટર એટલે કે તમારે 6,200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. પીએમઆરવાઈના પ્રોજેકટના કુલ ખર્ચની 15 ટકા સરકાર સબસિડી આપશે અને બાકીની રકમ 1.20 લાખ રૂપિયાની બેન્ક લોન આપશે.
કેટલી થશે કમાણી
હર્બલ શેમ્પુ બનાવવાના યુનિટનું વાર્ષિક ટર્નઓવર 12 લાખ રૂપિયાનું થશે અને પ્રતિમાસ નેટ પ્રોફીટ લગભગ 30,000 રૂપિયાનો થશે.
એર ફ્રેશનર... વધી રહેલી વસ્તી અને શહેરીકરણના કારણે એર ફ્રેશનરની માંગ ઝડપથી વધી રહી છે. આ સિવાય લોકોનું જીવન સ્તર ઉંચું થવાને કારણે એર ફ્રેશનર ઝડપથી લોકોની જીંદગીમાં સામેલ થઈ રહ્યું છે.
કેટલી કેપિટલની છે જરૂરિયાતએર ફ્રેશનર બનાવવાના યુનિટ લગાવવા માટે કુલ 1 લાખ રૂપિયાની જરૂરીયાત પડશે. તેમાં યુનિટ લગાવવા માટે 24,000 રૂપિયાની જરૂરિયાત પડશે. જયારે 77,000 રૂપિયાના વર્કિંગ કેપિટલની જરૂરિયાત પડશે.
કયાંથી આવશે પૈસા
આ પ્રોજેકટ પર પ્રોજેકટના કુલ ખર્ચની 5 ટકા એટલે કે 5,000 રૂપિયાની મૂડી પ્રમોટરે એટલે કે તમારે પોતે રોકાણ કરવાની રહેશે. પીએમઆરવાઈ સ્કીમ અંતર્ગત પ્રોજેકટ કોસ્ટના 15 ટકા સરકાર સબસિડી આપશે. બાકીના લગભગ 89,000 રૂપિયાની બેન્ક લોન આપશે.
કેટલી થશે કમાણી
એરફ્રેશનર બનાવવા માટેના કારોબારથી તમને વાર્ષિક ટર્નઓવર લગભગ 11.70 લાખ રૂપિયા થશે. આ રીતે તમને આ બિઝનેસથી લગભગ 20,000 રૂપિયા પ્રતિમાસ નેટ પ્રોફિટ થશે.
કૈટલ ફીડદેશમાં કેટલ ફાર્મ અને પોલ્ટ્રી ફાર્મની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેની પાછળ સરકારનો પ્રયત્ન અને લોકોમાં ઉધોગસાહસિકતા વધવી આ બે કારણ જવાબદાર છે. આ પ્રોજેકટના વિકાસ માટે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન મિનરલ્સથી યુકત બેલેન્સડ કેટલ ફીડની જરૂરીયાત છે.
કેટલી કેપિટલની છે જરૂરિયાતકેટલ ફીડ તૈયાર કરવા માટેનું યુનિટ લગાવવા માટેના પ્રોજેકટોમાં કુલ 4.14 લાખ રૂપિયાની જરૂરિયાત હોય છે. તેમાંથી 1.38 લાખ રૂપિયા યુનિટ લગાવવા માટે જોઈએ છે, જયારે વર્કિંગ કેપિટલ માટે 2.76 લાખ રૂપિયાની જરૂરિયાત પડશે.
કયાંથી આવશે પૈસા
આ પ્રોજેકટ માટે પ્રમોટર એટલે કે તમારે કુલ ખર્ચના 5 ટકા એટલે કે 20,000 હજાર રૂપિયાનું પોતે રોકાણ કરવાનું રહેશે. પીએમઆરવાઈ અંતર્ગત પ્રોજેકટ કોસ્ટના 15 ટકા સરકાર સબસિડી આપશે. બાકીના 3.86 લાખ રૂપિયા બેન્ક લોન આપશે.
કેટલી થશે કમાણી
તમારા કેટલ ફીડ બિઝનેસનું ટર્નઓવર વાર્ષિક 36 લાખ રૂપિયા થશે. આ બિઝનેસથી લગભગ 20,000 હજાર રૂપિયા પ્રતિમાસ નેટ પ્રોફીટ થશે.
Tuesday, July 26, 2016
પાર્ટનર સાથે વરસાદમાં ભીંજાવું હોય તો આ છે ઈન્ડિયાના બેસ્ટ મોનસૂન સ્પૉટ !!!
11:53 PM
Posted by Unknown
best place in this rain, best place to visit in rain, enjoy rain with parnet, with partner
No comments
જો મોનસૂનમાં તમારા પાર્ટનરની સાથે ક્યાંય બહાર જવાનું વિચારી રહ્યા છો પણ ખબર નથી કે આખરે ક્યાં જવું તો અમે તમારી મદદ કરી શકીએ છીએ. આજે અમે તમને જણાવીશું એવા રમણીય સ્થળો વિશે જ્યાં જઈને તમે આ સ્પીડી લાઇફના તણાવથી મુક્ત થઈને તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક પળોનો આનંદ માણી શકશો. આ જગ્યાઓ પર માત્ર તમને સુંદર મોસમ જ નહીં મળે બલકે વરસાદમાં ભીંજાવાનો આનંદ પણ મળશે જે એકદમ અદભુત હોય છે, તો ચાલો જાણીએ ઈન્ડિયાના બેસ્ટ મોનસૂન સ્પૉટ વિશે...
કુર્ગ, કર્ણાટક
પશ્ચિમી ઘાટીઓમાં ફેલાયેલી કુર્ગની મિસ્ટી ઘાટીમાં સુંદરતા જોવાલાયક હોય છે. અહીં કૉફી, ચા અને મસાલાના વૃક્ષો છે. કુર્ગ તેની સુંદરતા અને અહીંના સુખદ મોસમના કારણે પ્રસિદ્ધ છે. અહીં કૉફી અને મસાલાની ખેતી થાય છે. કુર્ગના પ્રસિદ્ધ પર્યટણ કેન્દ્રમાં મંડાલપત્તી, તિબ્બતી મઠ, કાવેરી નદી, ઈરૂપૂ ફૉલ, ઈગુથાપા મંદિર, ઓમકારેશ્વર મંદિર, મરકારા ડાઉન ગોલ્ફ ક્લબ, બ્રહ્માગિરી પહાડીઓ અને નાલ્કનદ મહેલ છે.
દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ
દાર્જિલિંગને પશ્ચિમ બંગાળનું સ્વર્ગ કહેવામાં આવે છે. અહીં દરવર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. આ શહેર ચાના બાગાનો માટે પણ વિશ્વ પ્રસિદ્ધ છે. મોનસૂનમાં દાર્જિલિંગની મુસાફરી તમારા જીવનમાં એક અનોખી અને યાદગાર ક્ષણ સાબિત થશે. ચારેય તરફ ફેલાયેલા ચાના બાગાનો અને દાર્જિલિંગની ખીણો તમારું મન મોહી લેશે.
શિલોંગ, મેઘાલય
મેઘાલયનું પાટનગર શિલોંગ એક ખૂબ જ સુંદર અને આકર્ષક સ્થળ છે. પહાડો પર વસેલું આ નાનકડું શહેર પહેલાથી જ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. શિલોંગને ઈસ્ટનું સ્કૉટલેન્ડ પણ કહેવામાં આવે છે. અહીં મોનસૂનની એક અલગ જ મજા છે. આમ તો અહીં આખું વર્ષ મોસમ સુખદ રહે છે, પરંતુ મોનસૂનમાં અહીં મોસમમાં ચાર ચાંદ લાગી જાય છે.
મુન્નાર, કેરળ
વિશાળ ચાના બાગાન અને મરોળદાર શેરીઓને કારણે મુન્નાર ભારતના પ્રસિદ્ધ હિલ સ્ટેશનમાંથી એક છે. અહીં ભારતીય મસાલાની ખેતી થાય છે. અહીં પ્રવાસીઓની વચ્ચે હાઉસબોટિંગ ખૂબ પોપ્યુલર છે. મુન્નારના પ્રસિદ્ધ પર્યટણ કેન્દ્રમાં ચાના બગીચા, વન્ડરલા અમ્યૂસમેન્ટ પાર્ક, કોચી ફોર્ટ, ગણપતિ મંદિર અને હાઉસબોટ છે.
ચેરાપુંજી
શિલોંગની નજીક આવેલું ચેરાપુંજી એક એવી જગ્યા છે જ્યાં સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વરસાદ થાય છે. ચેરાપુંજીનું બીજું નામ સોહરા પણ છે. અહીંના ઇકો પાર્કથી પહાડ અને ખીણના દૃશ્યો સુંદર દેખાય છે. અહીંની ખાસી પ્રજાતિના લોકો પોતાની આવડતનો ઉપયોગ કરી વૃક્ષોની સજીવ જડોથી ઝુલતો પુલ બનાવે છે. આવા પુલ સમગ્ર વિશ્વમાં અનોખા છે.
વરસાદમાં જાંબુઘોડા પિકનિક માટે છે બેસ્ટ, રોમાંસ સાથે ટ્રેકિંગનો પણ લહાવો
11:35 PM
Posted by Unknown
jambu ghoda, jambughoda is best place, near ahmedabad picnic place, one day picnic place
No comments
ગુજરાતમાં હવે ધીરે-ધીરે ચોમાસુ જામી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં તો ચોમાસાએ બરાબરનો રંગ પકડ્યો છે. એટલે જ પ્રકૃતિ પ્રેમીઓનું મન હવે બાંધ્યું રહેતું નથી. આ સમયે કુદરતા ખોળે મહાલવાની મજા જ કઈંક હટકે હોય છે. એટલે જ અમે તમને જણાવી રહ્યા છીએ કુદરતના સાનિધ્યનો અને ચોમાસાની રોમેન્ટિક સિઝનનો ભરપૂર લાભ લઈ શકાય એવા એક સ્થળ વિશે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલ જાંબુઘોડા અભયારણ્ય.
વાંસ, મહુડા અને સાગના વૃક્ષોથી આચ્છાદિત આ અભયારણ્યમાં માનવવસ્તી બહુ ઓછી છે. ઉપરાંત પર્વતીય વિસ્તાર હોવાના કારણે વરસાદમાં નાનાં-નાનાં ઝરણાં ફૂટી નીકળે છે, જે આખુ વાતાવરણ રોમેન્ટિક બનાવી દે છે. હાથણીમાતાનો ધોધ તો બધા માટે મોસ્ટ ફેવરિટ છે. ત્યાં એક સરોવર પણ છે. ટ્રેકિંગ અને મસ્તી માટે વડોદરાથી માત્ર 90 કિમીના અંતરે આવેલ આ સ્થળ ખરેખર પિકનિક માટે બેસ્ટ ચોઇસ છે.
નજીકમાં આવેલ જંડ હનુમાન પણ બહુ ફેમસ છે. જ્યાં હનિમાનજીની 20 ફૂટ ઊંચી પ્રતિમા છે. જ્યાં શનિવારે બહુ લોકો આવે છે.
વધુમાં જાંબુઘોડા દિપડાનું અભયારણ્ય છે. ઉપરાંત અહીં રીંછ, વરુ, શિયાળ અને ઘોરખોદીયુ જેવાં પ્રાણીઓ પણ વસવાટ કરે છે. શાકાહારી પ્રાણીઓમાં નીલગાય અને હરણ પણ જોવા મળે છે. એટલ જ જો અહીં રાતવાસો કરવો હોય તો, મોડી રાત્રે આ પ્રાણીઓના અવાજ પણ સાંભળવા મળી રહે છે. જાંબુઘોડામાં રહેવા માટે સરકારી આરામગૃહ છે અને વનાંચલ નામે એક રિસોર્ટ પણ છે.