Tuesday, July 26, 2016

પાર્ટનર સાથે વરસાદમાં ભીંજાવું હોય તો આ છે ઈન્ડિયાના બેસ્ટ મોનસૂન સ્પૉટ !!!

જો મોનસૂનમાં તમારા પાર્ટનરની સાથે ક્યાંય બહાર જવાનું વિચારી રહ્યા છો પણ ખબર નથી કે આખરે ક્યાં જવું તો અમે તમારી મદદ કરી શકીએ છીએ. આજે અમે તમને જણાવીશું એવા રમણીય સ્થળો વિશે જ્યાં જઈને તમે આ સ્પીડી લાઇફના તણાવથી મુક્ત થઈને તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક પળોનો આનંદ માણી શકશો. આ જગ્યાઓ પર માત્ર તમને સુંદર મોસમ જ નહીં મળે બલકે વરસાદમાં ભીંજાવાનો આનંદ પણ મળશે જે એકદમ અદભુત હોય છે, તો ચાલો જાણીએ ઈન્ડિયાના બેસ્ટ મોનસૂન સ્પૉટ વિશે...
કુર્ગ, કર્ણાટક
 
પશ્ચિમી ઘાટીઓમાં ફેલાયેલી કુર્ગની મિસ્ટી ઘાટીમાં સુંદરતા જોવાલાયક હોય છે. અહીં કૉફી, ચા અને મસાલાના વૃક્ષો છે. કુર્ગ તેની સુંદરતા અને અહીંના સુખદ મોસમના કારણે પ્રસિદ્ધ છે. અહીં કૉફી અને મસાલાની ખેતી થાય છે. કુર્ગના પ્રસિદ્ધ પર્યટણ કેન્દ્રમાં મંડાલપત્તી, તિબ્બતી મઠ, કાવેરી નદી, ઈરૂપૂ ફૉલ, ઈગુથાપા મંદિર, ઓમકારેશ્વર મંદિર, મરકારા ડાઉન ગોલ્ફ ક્લબ, બ્રહ્માગિરી પહાડીઓ અને નાલ્કનદ મહેલ છે.

દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ
 
દાર્જિલિંગને પશ્ચિમ બંગાળનું સ્વર્ગ કહેવામાં આવે છે. અહીં દરવર્ષે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. આ શહેર ચાના બાગાનો માટે પણ વિશ્વ પ્રસિદ્ધ છે. મોનસૂનમાં દાર્જિલિંગની મુસાફરી તમારા જીવનમાં એક અનોખી અને યાદગાર ક્ષણ સાબિત થશે. ચારેય તરફ ફેલાયેલા ચાના બાગાનો અને દાર્જિલિંગની ખીણો તમારું મન મોહી લેશે.




શિલોંગ, મેઘાલય
 
મેઘાલયનું પાટનગર શિલોંગ એક ખૂબ જ સુંદર અને આકર્ષક સ્થળ છે. પહાડો પર વસેલું આ નાનકડું શહેર પહેલાથી જ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. શિલોંગને ઈસ્ટનું સ્કૉટલેન્ડ પણ કહેવામાં આવે છે. અહીં મોનસૂનની એક અલગ જ મજા છે. આમ તો અહીં આખું વર્ષ મોસમ સુખદ રહે છે, પરંતુ મોનસૂનમાં અહીં મોસમમાં ચાર ચાંદ લાગી જાય છે.



મુન્નાર, કેરળ
 
વિશાળ ચાના બાગાન અને મરોળદાર શેરીઓને કારણે મુન્નાર ભારતના પ્રસિદ્ધ હિલ સ્ટેશનમાંથી એક છે. અહીં ભારતીય મસાલાની ખેતી થાય છે. અહીં પ્રવાસીઓની વચ્ચે હાઉસબોટિંગ ખૂબ પોપ્યુલર છે. મુન્નારના પ્રસિદ્ધ પર્યટણ કેન્દ્રમાં ચાના બગીચા, વન્ડરલા અમ્યૂસમેન્ટ પાર્ક, કોચી ફોર્ટ, ગણપતિ મંદિર અને હાઉસબોટ છે.

0 comments:

Post a Comment