Tuesday, July 26, 2016

વરસાદમાં જાંબુઘોડા પિકનિક માટે છે બેસ્ટ, રોમાંસ સાથે ટ્રેકિંગનો પણ લહાવો

ગુજરાતમાં હવે ધીરે-ધીરે ચોમાસુ જામી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં તો ચોમાસાએ બરાબરનો રંગ પકડ્યો છે. એટલે જ પ્રકૃતિ પ્રેમીઓનું મન હવે બાંધ્યું રહેતું નથી. આ સમયે કુદરતા ખોળે મહાલવાની મજા જ કઈંક હટકે હોય છે. એટલે જ અમે તમને જણાવી રહ્યા છીએ કુદરતના સાનિધ્યનો અને ચોમાસાની રોમેન્ટિક સિઝનનો ભરપૂર લાભ લઈ શકાય એવા એક સ્થળ વિશે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં આવેલ જાંબુઘોડા અભયારણ્ય. 

વાંસ, મહુડા અને સાગના વૃક્ષોથી આચ્છાદિત આ અભયારણ્યમાં માનવવસ્તી બહુ ઓછી છે. ઉપરાંત પર્વતીય વિસ્તાર હોવાના કારણે વરસાદમાં નાનાં-નાનાં ઝરણાં ફૂટી નીકળે છે, જે આખુ વાતાવરણ રોમેન્ટિક બનાવી દે છે. હાથણીમાતાનો ધોધ તો બધા માટે મોસ્ટ ફેવરિટ છે. ત્યાં એક સરોવર પણ છે. ટ્રેકિંગ અને મસ્તી માટે વડોદરાથી માત્ર 90 કિમીના અંતરે આવેલ આ સ્થળ ખરેખર પિકનિક માટે બેસ્ટ ચોઇસ છે. 

નજીકમાં આવેલ જંડ હનુમાન પણ બહુ ફેમસ છે. જ્યાં હનિમાનજીની 20 ફૂટ ઊંચી પ્રતિમા છે. જ્યાં શનિવારે બહુ લોકો આવે છે.






વધુમાં જાંબુઘોડા દિપડાનું અભયારણ્ય છે. ઉપરાંત અહીં રીંછ, વરુ, શિયાળ અને ઘોરખોદીયુ જેવાં પ્રાણીઓ પણ વસવાટ કરે છે. શાકાહારી પ્રાણીઓમાં નીલગાય અને હરણ પણ જોવા મળે છે. એટલ જ જો અહીં રાતવાસો કરવો હોય તો, મોડી રાત્રે આ પ્રાણીઓના અવાજ પણ સાંભળવા મળી રહે છે. જાંબુઘોડામાં રહેવા માટે સરકારી આરામગૃહ છે અને વનાંચલ નામે એક રિસોર્ટ પણ છે.

0 comments:

Post a Comment