Thursday, July 28, 2016

સરકારની આ યોજનાનો લાભ લઈ શરૂ કરો 10-15 હજારમાં બિઝનેસ...

તમારા માટે મૂડીમાં બિઝનેસ કરવાની સારી તક છે. સરકાર એવા ઘણા પ્રોજેકટસ માટે રોડમેપ લઈને આવી છે. જેને શરૂ કરીને તમે સરળતાથી દર મહિને 40-50 હજાર રૂપિયા કમાઈ શકો છો. મહત્વની વાત એ છે કે આ બિઝનેસ શરૂ કરવા માટે તમારી પાસે 5-15 રૂપિયાની મૂડી હોવી જરૂરી છે. બાકીની મૂડી તમે સરકારની સ્કીમમાંથી સબસિડી અને સસ્તી લોનના રૂપમાં મેળવી શકશો. આ બિઝનેસ કઈ રીતે કરવામાં આવે, કેટલો પ્રોફિટ થશે તેનો સમગ્ર પ્લાન સરકારે એકસપર્ટ પાસે તૈયાર કરાવ્યો છે. આ પ્રકારના બિઝનેસમાં નુકશાનની શકયતા પણ ઓછી છે.
પ્રધાનમંત્રી રોજગાર યોજના કરાવશે ફાયદોઆ બિઝનેસ પ્રોજેકટસ પ્રધાનમંત્રી રોજગાર યોજના અંતર્ગત લગાવવામાં આવશે. તેમાં બિઝનેસ શરૂ કરનારને પ્રોજેકટ કોસ્ટની 5 ટકા મૂડી રોકવાની રહેશે. આ સિવાય 15 ટકા કોસ્ટ પર સરકાર સબસિડી આપશે. બાકીની મૂડી માટે સ્કીમ અંતર્ગત સસ્તા વ્યાજ દરે બેન્ક લોન મળશે.

સિમેન્ટ પેન્ટ  

સિમેન્ટ પેન્ટ એ એક વોટર બેઝડ પેન્ટ છે. તેને દિવાલની બહારની જગ્યાએ પાણી રોકવા અને ધૂળ એકત્રિત ન થાય તે માટે લગાવવામાં આવે છે. તે બજારમાં વિવિધ રંગોમાં મળી છે. હાલ કેટલાક એસએમઈ યુનિટ સિમેન્ટ પેન્ટ બનાવે છે.


કેટલી કેપિટલની છે જરૂરિયાત... સિમેન્ટ પેન્ટ લગાડવા માટે કુલ 2.3 લાખ રૂપિયાની કેપિટલની જરૂરિયાત પડશે. તેમાં યુનિટ લગાવવા માટે 1.26 લાખ રૂપિયાની જરૂરિયાત પડશે. લગભગ 1 લાખ રૂપિયા વર્કિંગ કેપિટલની જરૂર પડશે. 


કયાંથી આવશે પૈસા ... આ યુનિટ લગાડવા માટે પ્રમોટરે એટલે કે તમારે પ્રોજેકટની કિંમતની કુલ 5 ટકા એટલે કે લગભગ 11 હજાર રૂપિયાનું રોકાણ  કરવું પડશે. કુલ ખર્ચની 15 ટકા મૂડી માટે પીએમઆરવાઈ અંતર્ગત સરકાર સબસિડી આપશે અને બાકી બેન્કની લોન દ્વારા આવશે.

કેટલી થશે કમાણી... સિમેન્ટ પેન્ટ યુનિટના કારોબારથી તમારું વાર્ષિક ટર્નઓવર લગભગ 19 લાખ રૂપિયાનું થશે. આ કારણે તમને પ્રત્યેક મહિને 40થી 50 હજાર રૂપિયાનો નેટ પ્રોફીટ થશે.

હર્બલ શેમ્પૂહર્બ અને નેચરલ ચીજોથી પર્સનલ કેર પ્રોડકટ બનવવાને લઈન અવરનેસ સતત વધી રહી છે. હર્બલ શેમ્પુ બનાવવા માટે તમામ મટિરિયલ સરળતાથી ઉપલબ્ધ છે અને એવા શેમ્પુ બનાવવા માટે યુનિટ કોઈ પણ જગ્યાએ શરૂ કરી શકાય છે. જોકે આ માટે વિજળી હોય તે જરૂરી છે.


 કેટલી જોઈશે કેપિટલ... હર્બલ શેમ્પુના યુનિટ માટે કુલ 1.25 લાખ રૂપિયાની કેપિટલની જરૂરિયાત પડશે. યુનિટ માટે લગભગ 50 હજાર રૂપિયાનો ખર્ચ થશે. જયારે વર્કિંગ કેપિટલ માટે લગભગ 75,000 રૂપિયાની જરૂરિયાત પડશે.
કયાંથી આવશે પૈસા
હર્બલ શેમ્પુના પ્રોજેકટમાં પ્રમોટર એટલે કે તમારે 6,200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. પીએમઆરવાઈના પ્રોજેકટના કુલ ખર્ચની 15 ટકા સરકાર સબસિડી આપશે અને બાકીની રકમ 1.20 લાખ રૂપિયાની બેન્ક લોન આપશે.

કેટલી થશે કમાણી
હર્બલ શેમ્પુ બનાવવાના યુનિટનું વાર્ષિક ટર્નઓવર 12 લાખ રૂપિયાનું થશે અને પ્રતિમાસ નેટ પ્રોફીટ લગભગ 30,000 રૂપિયાનો થશે.


એર ફ્રેશનર... વધી રહેલી વસ્તી અને શહેરીકરણના કારણે એર ફ્રેશનરની માંગ ઝડપથી વધી રહી છે. આ સિવાય લોકોનું જીવન સ્તર ઉંચું થવાને કારણે એર ફ્રેશનર ઝડપથી લોકોની જીંદગીમાં સામેલ થઈ રહ્યું છે.



કેટલી કેપિટલની છે જરૂરિયાતએર ફ્રેશનર બનાવવાના યુનિટ લગાવવા માટે કુલ 1 લાખ રૂપિયાની જરૂરીયાત પડશે. તેમાં યુનિટ લગાવવા માટે 24,000 રૂપિયાની જરૂરિયાત પડશે. જયારે 77,000 રૂપિયાના વર્કિંગ કેપિટલની જરૂરિયાત પડશે.
કયાંથી આવશે પૈસા
આ પ્રોજેકટ પર પ્રોજેકટના કુલ ખર્ચની 5 ટકા એટલે કે 5,000 રૂપિયાની મૂડી પ્રમોટરે એટલે કે તમારે પોતે રોકાણ કરવાની રહેશે. પીએમઆરવાઈ સ્કીમ અંતર્ગત પ્રોજેકટ કોસ્ટના 15 ટકા સરકાર સબસિડી આપશે. બાકીના લગભગ 89,000 રૂપિયાની બેન્ક લોન આપશે.
કેટલી થશે કમાણી

એરફ્રેશનર બનાવવા માટેના કારોબારથી તમને વાર્ષિક ટર્નઓવર લગભગ 11.70 લાખ રૂપિયા થશે. આ રીતે તમને આ બિઝનેસથી લગભગ 20,000 રૂપિયા પ્રતિમાસ નેટ પ્રોફિટ થશે.

કૈટલ ફીડદેશમાં કેટલ ફાર્મ અને પોલ્ટ્રી ફાર્મની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેની પાછળ સરકારનો પ્રયત્ન અને લોકોમાં ઉધોગસાહસિકતા વધવી આ બે કારણ જવાબદાર છે. આ પ્રોજેકટના વિકાસ માટે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન મિનરલ્સથી યુકત બેલેન્સડ કેટલ ફીડની જરૂરીયાત છે.


 કેટલી કેપિટલની છે જરૂરિયાતકેટલ ફીડ તૈયાર કરવા માટેનું યુનિટ લગાવવા માટેના પ્રોજેકટોમાં કુલ 4.14 લાખ રૂપિયાની જરૂરિયાત હોય છે. તેમાંથી 1.38 લાખ રૂપિયા યુનિટ લગાવવા માટે જોઈએ છે, જયારે વર્કિંગ કેપિટલ માટે 2.76 લાખ રૂપિયાની જરૂરિયાત પડશે.

કયાંથી આવશે પૈસા
આ પ્રોજેકટ માટે પ્રમોટર એટલે કે તમારે કુલ ખર્ચના 5 ટકા એટલે કે 20,000 હજાર રૂપિયાનું પોતે રોકાણ કરવાનું રહેશે. પીએમઆરવાઈ અંતર્ગત પ્રોજેકટ કોસ્ટના 15 ટકા સરકાર સબસિડી આપશે. બાકીના 3.86 લાખ રૂપિયા બેન્ક લોન આપશે.

કેટલી થશે કમાણી
તમારા કેટલ ફીડ બિઝનેસનું ટર્નઓવર વાર્ષિક 36 લાખ રૂપિયા થશે. આ બિઝનેસથી લગભગ 20,000 હજાર રૂપિયા પ્રતિમાસ નેટ પ્રોફીટ થશે.

0 comments:

Post a Comment