Thursday, July 28, 2016

અમદાવાદમાં બંધાયું સૌથી ઊંચુ કોમર્શિયલ બિલ્ડિંગ, જાણો અદભૂત વિશેષતાઓ

અમદાવાદનું સૌથી ઊંચુ કોમર્શિયલ બિલ્ડિંગ બનીને તૈયાર થઇ ગયું છે. એસ.જી.હાઇવે સ્થિત વેસ્ટગેટ બિલ્ડિંગમાં 23 માળ છે જે ગુજરાતનાં કોઇ કોમર્શિયલ બિલ્ડિંગમાં નથી. આ બિલ્ડિંગની ખાસિયત એ છે કે તે 100 ટકા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનીને તૈયાર થયું છે એટલે કે બિલ્ડિંગની દરેક બાજુ વાસ્તુશાસ્ત્રના નિયમોના આધારે જ તૈયાર થઇ છે.


વેસ્ટગેટની વિશેષતા
વેસ્ટગેટ ટ્રુ વેલ્યુનું બાંધકામ ટ્રુ વેલ્યુ નિર્માણ ગ્રુપે કર્યું છે. જેમાં બાંધકામનો ખર્ચ 1000 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ જેટલો ઊંચો કરવામાં આવ્યો છે. બિલ્ડિંગની વિશેષતા જોઇએ તો તેના દરેક યૂનિટ (ઓફિસિઝ) વાસ્તુના નિયમો આધારીત છે. બિલ્ડિંગને જીડીસીઆરના નવા નિયમો અનુસાર બનાવાયું છે. જેમાં ભૂકંપપ્રુફ ડિઝાઇન છે.


બિલ્ડિંગમાં 10 હાઇસ્પીડ મિત્સુબિશી લિફ્ટ છે. જેમાં 4 ઓનર્સ માટે, 4 સ્ટાફ અને વિઝિટર્સ માટે તેમજ 2 સર્વિસ માટે છે. કોમન યુટિલિટીઝ માટે જનરેટરની વ્યવસ્થા છે. ઉપરાંત, કોન્ફરન્સ રૂમ, કાફેટેરિયા તેમજ જીમની વ્યવસ્થા પણ છે.


કાર પાર્કિંગ એટલું વિશાળ છે કે તેમાં એક સાથે 750 કાર પાર્ક થઇ શકે છે. એટલું જ નહીં અહીં મિકેનિકલ અને વેલ્વેટ કાર પાર્કિંગ છે. આખા બિલ્ડિંગનું મોનિટર બીએમએસ સિસ્ટમ (ઓટોમેશન)થી થાય છે. દરેક ઓફિસમાં ઇન્ટરકોમની સુવિધા છે.દરેક ઓફિસ પેસેજ, બેઝમેન્ટ અને એલેવેટર્સમાં મોબાઇલની અવિરત કનેક્ટિવિટી માટે એન્ટેના સાથેની આઇબીએસ સિસ્ટમ મોજુદ છે. દરેક ફ્લોર પર સીસીટીવી કેમેરા લાગેલા છે. આટલું જ નહીં અમદાવાદમાં પ્રથમ વાર ડીજીયુ ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


સવા કરોડથી 10 કરોડનો ભાવ
વેસ્ટગેટમાં એ,બી,સી અને ડી એમ કુલ ચાર બિલ્ડિંગ છે. મુખ્ય બિલ્ડિંગ 23 માળનું છે જે બી બ્લોક છે. જયારે એ બ્લોક 14 માળનો છે, રસ્તાની બાજુ સી અને ડી બ્લોક છે ડી બ્લોકનું કામકાજ ચાલુ છે જેમાં 20 માળનું બિલ્ડિંગ બંધાશે. સી બ્લોકમાં રેમન્ડનો 16,000 ચોરસ ફૂટનો શો રૂમ છે.
કિંમતની વાત કરીએ તો 23 માળના બિલ્ડિંગમાં 10માં માળ સુધી 7000 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટનો ભાવ છે ત્યાર બાદ પ્રત્યેક ફ્લોર દિઠ 100 રૂપિયા વધુ ચુકવવા પડશે. એટલેકે 11મા માળે રૂ.7100 ચોરસ ફૂટ, 12મા માળે 7200 એમ 23 માળ સુધી ભાવ વધતા રહેશે.


3000 ચોરસ ફૂટની ઓફિસો

બી બ્લોકમાં મહત્તમ 1800 અને 3000 ચોરસ ફૂટની ઓફિસો છે જયારે પ્રત્યેક ફ્લોર પર 950 થી 15000 ચોરસ ફૂટની ઓફિસો છે.બીજી તરફ શો રૂમ 3 હજારથી 7 હજાર ચોરસ ફૂટના છે. 





ડી બ્લોક 20 માળનો
ડી બ્લોક હજુ બંધાઇ રહ્યો છે જેમાં 600 થી 3000 ચોરસ ફૂટની ઓફિસો હશે. જો સાત હજાર ચોરસ ફૂટ પ્રમાણે ભાવ ગણીએ તો 950 ચોરસ ફૂટની ઓફિસનો ભાવ 66.50 લાખ, 1800 ચોરસ ફૂટની ઓફિસનો ભાવ 1.26 કરોડ, 15000 ચોરસ ફૂટની ઓફિસ સ્પેસના 10.50 કરોડ રૂપિયા થાય. 7000 ચોરસ ફૂટના શો રૂમના 4.90 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. હાલ એ અને બી બ્લોકમાં થઇને કુલ 220 થી 230 જેટલી ઓફિસો છે. 




0 comments:

Post a Comment